નેહા અને મલય નીચે આવે છે. સોનિયા અને રાજ નીચે જોડે જ બેસી ને ચા પી રહ્યા છે. નેહા અને મલય ને એકસાથે આવતા જોઈ ને રાજ સોનિયા અને રામુકાકા એક સાથે વિચારે છે કે આ બંને જોડે કેટલા સારા લાગે છે. રામુકાકા મનોમન ભગવાન ને પ્રાર્થના કરે છે કે "હે ભગવાન, આ બંને ને એક કરી દે હવે તુ. હવે કોઈ રહ્યું નથી એમને હેરાન કરનાર. એક વખત હુ ચૂપ રહ્યો હતો અનિકા મેડમ ના અહેસાનો ના બોજ નીચે. અને પછી ચૂપ રહ્યો નેહા ની સોગંદ ના લીધે. હુ મજબુર છુ ભગવાન પણ તુ નહિ. તુ કંઈક એવી લીલા