ભૂત, ભેમો ને ભમરાજી - (અંતિમ ભાગ)

  • 2.1k
  • 888

(અગાઉ જોયું કે વૈદ્યજી સાથે મળીને ગામના ત્રીસેક યુવાનોના સહકારથી અમે ભમરાજીને હકીકતનું ભાન કરાવ્યું. અને સહીસલામત મદિર અને ગામમાંથી રાતોરાત તગેડી મૂક્યા. ત્યારબાદ મંદિરમાં તપાસ આદરી. હવે આગળ......) *************** મંદિરમાં તપાસ આદરતાં તલવારો, લાકડીઓ, છરીઓ, ગુપ્તીઓ જેવાં ઘાતક હથિયારો તથા ગાંજો, અફીણ, ભાંગ, તમાકુ જેવાં માદક પદાર્થોનો જથ્થો મળી આવ્યો. ઠેકઠેકાણેથી એ બધું લાવીને મંદિરના ચોકમાં એકઠું કરવામાં આવ્યું. "હાય હાય.. આ બધું મંદિરમોં..? " "અલ્યા વે'લા આ બધું કરવાનું હતું. આટલું બધું મંદિરમોં મળ્યા પસીં એકેયને ઓંયથી જીવતો ના જવા દોત.." "અા તો મારા'જ હતા કે ગૂંડા..? " વગેરે જેવી ચર્ચાઓ થવા માંડી. વળી પાછા પરાણે બધાને શાંત