ડૉ. મોતીબાઈ કાપડિયા

  • 3k
  • 1
  • 1.1k

ધારાવાહિક:- આપણાં મહાનુભાવો ભાગ:- 29મહાનુભાવ:- ડૉ. મોતીબાઈ કાપડિયાલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીએક જમાનામાં જ્યારે ડૉક્ટરો વિશે બહુ ઓછી ચર્ચા થતી હતી એ સમયમાં મહિલા ડૉક્ટરો વિશેની માહિતિ મળવી તો લગભગ અશક્ય હોય. બહુ જૂજ મહિલા ડૉક્ટરો જાણીતાં છે અથવા તો એમનાં વિશે માહિતિ મળે છે. આવા જ એક જાણીતાં મહિલા ડૉક્ટર કે જે ગુજરાત અને મુંબઈ ખાતેના સૌપ્રથમ ડીગ્રી ધરાવતાં મહિલા તબીબ ગણાય છે, એમનાં વિશે જોઈશું.આજથી 130 વર્ષ પહેલાં ગુજરાતમાં મહિલા ડૉકટરની કલ્પના કરવી મુશ્કેલ હતી. તે સમયે, જ્યારે સ્ત્રી ઘરની બહાર નીકળી શકતી ન હતી ત્યારે, સ્ત્રીશિક્ષણની તો વાત જ શી કરવી! આવા જમાનામાં, ઓગણીસમી સદીના અંતમાં, ગુજરાતમાં