સ્મૃતિ

  • 1.9k
  • 1
  • 690

વાર્તા:- સ્મૃતિલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની"પપ્પા, ચાલો જમવા. થાળી પીરસી દીધી છે." વહુનો સાદ સાંભળી મોંઘાકાકા હીંચકા પરથી ઊઠીને જમવા માટે ગયા. આ જ એમનો નિત્યક્રમ હતો. સવારે ઊઠીને, નાહી ધોઈને, ચા અને ગરમાગરમ નાસ્તો કરીને તેઓ ઘરનાં બગીચામાં મૂકેલા હીંચકા પર બેસી રહે. સવાર સાંજ વહુ બોલાવે ત્યારે જમવા માટે હાજર થઈ જાય. એવું નહોતું કે એમને વહુ સાથે બનતું ન હતું કે એમને ઘરમાં કોઈ ગણતું ન હતું. એમનાં દિકરા વહુ અને પૌત્ર પૌત્રી એમનું ખૂબ ધ્યાન રાખતાં હતાં. એમને સ્હેજ પણ તકલીફ ન પડે એ માટે સતત કોઈ એમની આસપાસ નજર રાખવા રહેતું હતું. મોંઘાકાકા પોતાની સ્મૃતિ