ઘડપણનો ઘા

  • 1.9k
  • 724

સાંજ ઢળવા આવી હતી. સવારથી જ દૂર દૂર નીકળી ગયેલાં પંખીઓ પાછાં ફરીને પોત-પોતાના માળામાં સમાવા માંડ્યાં હતાં. અને દિવસભર એકલાં પડેલાં બચ્ચાંઓએ માવતરને મળીને થોડા હર્ષ અને થોડી ફરિયાદભર્યા સ્વરથી કીકીયારીઓ કરી મૂકી હતી. જેના કલબલાટથી આખુંયે વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું. સૂરજ પણ આજે ખૂબ જ અધીરો બનીને જલદી છૂપાઈ જવા મથામણ કરી રહ્યો હતો. એથીયે અનેકગણી અધીરાઈભરી ધૂંધળી નજરે બે આંખો દૂર દૂર વળાંક સુધી રસ્તા પર મંડરાઈ રહી હતી. પ્રત્યેક વાહનનો હમકારો એક બૂઝૂર્ગ હ્રદયમાં ભરપૂર ઉત્સાહ જન્માવીને એ ઉત્સાહને પોતાની સાથે જ વહાવી જઈ, પાછળ ફરીથી એ જ શૂન્યતા અને અધીરાઈ છોડી જતો હતો. અંધકારના ઓળા