હું અને અમે - પ્રકરણ 7

  • 2.8k
  • 1.5k

સોફા પર પડેલા ફોનની રિંગ વાગી અને મહેશે ફોન ઉઠાવ્યો, "હા ફઈ બોલો.""મહેશ અમે આવીયે છીએ મહેમાનને લઈને" ફઈએ ફોન પર જવાબ આપ્યો."હા આવો, અમે ઘરે જ છીએ." કહી તેણે ફોન મૂકતા ઘરે જાણ કરી કે "રાધિકાને જોવા માટે મહેમાન આવે છે" અને અમિતાને કહ્યું કે "તેને તૈય્યાર રાખજે હું મહેમાન માટે નાસ્તાની વ્યવસ્થા કરું છું."મન ના હોવા છતાં રાધિકા અમિતાના એકવાર કહેવાથી તૈય્યાર થઈ ગઈ. રાધિકા હવે પોતાના મનને સમજાવી બેઠી કે રાકેશને ભૂલી જવો અને એક કારણ આ પણ હતું કે લગન માટે મન હોય કે ના હોય અમિતાના એકવાર કહેવા પર તે તૈય્યાર થઈ ગઈ. લોકોમાં બે