સૂરજને આજે એના સ્ટુડન્ટની ટુર્નામેન્ટ માટે નીકળવાનું હતું. એ અનેક આશાઓ સાથે જઈ રહ્યો હતો. એ કાયમ જતી વખતે મમ્મી અને પપ્પાને પગે લાગતો હતો. એમના આશીર્વાદથી જ એ પોતાનું પ્રયાણ બહારની દુનિયામાં કરતો હતો. સૂરજ પોતાના રૂમમાં સંધ્યા પાસે પહોંચી ગયો હતો. જરૂરી દવા સંધ્યા બેગમાં મૂકી રહી હતી. પાછળથી સૂરજ આવીને સંધ્યાને ભેટી પડ્યો હતો. સંધ્યા પણ સૂરજ તરફ ફરીને એને ભેટી પડી હતી. હંમેશા હસતા ચહેરે સૂરજને જતી વખતે સાથ આપતી હતી, આ વખતે એને પ્રયાસ કરવો પડ્યો, એ ખુશ નહોતી, મન ખુબ એનું વ્યાકુળ હતું. સંધ્યાના ભાવ સૂરજ જાણી જ ગયો હતો. બંને એકબીજાને દુઃખી ચહેરો