ભૂત, ભેમો ને ભમરાજી - ભાગ 14

  • 1.8k
  • 666

(અગાઉ જોયું તેમ ભમરાજી ડરના માર્યા બેભાન અવસ્થામાં હતા. વૈદ્યની સારવારથી ભાનમાં આવતાં ભડકીને ભાગવા લાગ્યા. વૈદ્યે તેમને જડીબૂટી સૂંઘાડીને શાંત કર્યા. આગળની પરિસ્થિતિને નિપટવા માટેની ચર્ચા કરવા અમે પથુના ઘર તરફ નીકળ્યા. હવે આગળ... ) ************* ગામમાં ત્રણ પ્રકારે દિવાળીનો માહોલ હતો. જે લોકો ભમરાજી પ્રત્યે ખરેખર પૂજ્યભાવ રાખતા હતા એમના માટે દિવાળી ફિક્કી હતી. જેઓ ભમરાજીના ત્રિકાળજ્ઞાન અને મેલી વિદ્યાથી ડરીને પરાણે અહોભાવ ધરાવતા હતા એમના માટે દિવાળી મિશ્ર હતી. અને જેઓ ભમરાજીનાં કરતૂતોને જાણતા હતા પરંતુ એકલા કંઈ કરી શકતા નહોતા એમના માટે દિવાળીની ખરી મોજ હતી. અમે ખુશ તો હતા. પરંતુ થોડા ચિંતિત પણ હતા. પથુને