ચોરોનો ખજાનો - 46

  • 2.6k
  • 1.4k

અપહરણ ડેની તેમને છોડીને ચાલ્યો ગયો છે એ વાત પવન વેગે ફેલાઈ રહી હતી. જેને પણ આ વાત મળતી એને આ બાબતે અફસોસ થતો હતો. લગભગ દરેક જણ એવું જ ઈચ્છતા કે ડેની આ સફરના અંત સુધી તેમનો સાથ આપે. આ પહેલા પણ ઘણીવાર મુશ્કેલીના સમયે ડેનીએ પોતાની ચતુરાઈથી બધાનો જીવ બચાવેલો, અને તદુપરાંત, ડેની નો સ્વભાવ પણ દરેક સાથે તરત જ ભળી જાય એવો હતો એટલે કોઈ તેને નાપસંદ કરે એવું તો ભાગ્યે જ બનતું. એટલે સૌ ડેનીને સાથે લેવા માગતા હતા, જો કે પરિસ્થિતિ હવે કંઇક અલગ જ ઊભી થઈ હતી. ये आप क्या कह रहे है? डेनी