વરદાન કે અભિશાપ (ભાગ-૨૮) (નરેશ મકાન ખરીદવાની વાત પ્રકાશના ઘરે રૂબરૂમાં જઇને કરે છે. એક અઠવાડિયા પછી મકાન ખરીદવાનું મૂર્હત નકકી થાય છે. ધનરાજભાઇ નરેશને પચાસ ટકા જેટલા પૈસા આપે છે અને બાકીના પૈસા ચારેય ભાઇઓ આપે છે. હવે નરેશની ઇચ્છા આ મકાન ભાડે આપવાની હતી. જેથી તેના પપ્પાને વધારાની એક આવક ઉભી ઇ જાય. એ માટે તે અને સુશીલા ત્રણ થી ચાર દિવસ મકાનની સાફ-સફાઇ કરવા જાય છે. નરેશને પપ્પાને ભાડવાત મળી ગયો છે અને મકાન ભાડે આપી દઇએ એ વિશે વાત કરવાનો ઘણો ઉત્સાહ હોય છે જયારે ધનરાજભાઇ ને મણિબેનને નરેશને તે જ મકાનમાં રહેવા મોકલવાનો ઇરાદો