એનિમલ- રાકેશ ઠક્કરફિલ્મ ‘એનિમલ’ માં રણબીર કપૂરનો અભિનય જોયા પછી માનવું પડશે કે એ ખરેખર ‘સુપરસ્ટાર’ બની ગયો છે. પહેલી ફ્લોપ ફિલ્મ ‘સાંવરિયા’ થી નિષ્ફળ શરૂઆત કરનાર રણબીર એક અભિનેતા તરીકે આટલી જબરદસ્ત સફળતા મેળવશે એવી કોઈએ કલ્પના કરી ન હતી. પણ હવે પછીના દાયકામાં એ બોક્સ ઓફિસના અનેક રેકોર્ડ તોડશે એવી કલ્પના જ નહીં વિશ્વાસ કરી શકાય એમ છે.સમીક્ષકોએ ફિલ્મ માટે મિશ્ર અભિપ્રાય આપ્યો હતો. કેમકે ફિલ્મમાં અનેક ખામીઓ છે. એમાં ખૂનખરાબા સાથે કાયદો અને વ્યવસ્થા જેવું કંઇ બતાવ્યું જ નથી એ વાત ખટકે છે. છતાં નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગા અને રણબીરના કામને કારણે દર્શકો ફિલ્મ જોયા વગર રહી