ડાયરી - સીઝન ૨ - શુભ મંગલ સાવધાન

  • 1.9k
  • 744

શીર્ષક : શુભ મંગલ સાવધાન©લેખક : કમલેશ જોષીહમણાં એક લગ્ન પ્રસંગમાં રિસેપ્શનમાં જવાનું થયું. એન્ટ્રી ગેટથી જ મસ્ત ડેકોરેશન શરુ થતું હતું. ગણપતિદાદાની મસ્ત મૂર્તિ, ડાબે જમણે વરકન્યાના પ્રિવેડિંગ પડાવેલા ફોટોઝ, મહેમાનોને વેલકમ કરવા ઉભેલા મોટા દીકરી અને જમાઈ, ચોતરફ રેલાતું મસ્ત હળવું મ્યુઝીક, ભોજન માટેના ત્રણ-ચાર કાઉન્ટર, લાઈવ ઢોકળા, પીઝા અને મંચુરિયન, પનીરની પંજાબી સબ્જી, જીરા રાઈસ, દાલફ્રાઈ, પંચરત્ન હલવો અને બીજું ઘણું બધું. વર-કન્યાને સ્ટેજ સુધી જવા માટે લાલ જાજમ, એમની એન્ટ્રી વખતે બન્ને તરફ, દિવાળીમાં ફુવારો કરે છે એવા ઝાડ, ત્રણ ચાર કેમેરા, ડ્રોન અને ચોતરફ લાલ-લીલા-પીળા રંગબેરંગી વસ્ત્રોમાં શોભતા યજમાન પરિવાર અને મહેમાનોને જુઓ તો કોઈ