હું અને અમે - પ્રકરણ 6

  • 2.9k
  • 1.8k

ઉપરની રૂમમાં બંધ રાધિકા રડતી આંખો સાથે માત્ર વિચાર જ કરતી રહી ગઈ, કે તે લોકોની વચ્ચે જઈને સમજાવે. તેણે જોર જોરથી દરવાજો ખખડાવ્યો, વનિતાએ દરવાજો ખોલ્યો પણ તેણે રાધિકાને નીચે જતા અટકાવી અને એક થપ્પડ મારી ત્યાંજ ઘરમાં બેસારી દીધી. નીચે લલ્લુકાકાએ રાકેશને ધુતકાર્યો ને તે ઘર છોડી ચાલતો થયો. તેના મોં માંથી લોહી વહેતુ હતું ને હાથ પગ દર્દને માર્યે કથળતા હતા. જેવો જ તે જવા લાગ્યો લોકો તેને તીરછી અને ગુસ્સાની નજરે જોવા લાગેલા ને મનમાં બબડવા લાગેલા. પાછળથી આવતા અવાજ તરફ તેના કાન હતા ને પાછળ મહેશ અને હકુકાકાનો કાર્તિક બોલતા હતા, "જોઈ છે તારી જાતને?