સપનાનાં વાવેતર - 23

(56)
  • 6.4k
  • 1
  • 4.1k

સપનાનાં વાવેતર પ્રકરણ 23ધીરુભાઈ વિરાણી અને અનિકેત રાજકોટ ગુરુજીનાં દર્શન કરવા માટે આવ્યા હતા. આજે ગુરુપૂર્ણિમા હતી અને દર વર્ષે ધીરુભાઈ પૂનમે રાજકોટ આવતા જ હતા. આ વખતે અનિકેત પણ સાથે આવ્યો હતો. ગુરુજીએ આજે અનિકેતને ગાયત્રીની ઓછામાં ઓછી ત્રણ માળા કરવાનો આદેશ આપ્યો હતો. અને એ આદેશ સૂક્ષ્મ જગતમાંથી ધીરુભાઈના સ્વ. પિતા વલ્લભભાઈએ આપ્યો હતો. કારણ કે એ ગાયત્રીના સિદ્ધ ઉપાસક હતા અને સૂક્ષ્મ જગતમાં પણ સાધના કરી રહ્યા હતા. એ પછી પ્રસાદ લઈને બંને હોટલ ભાભામાં ગયા હતા અને બે કલાક આરામ કર્યો હતો. સાંજે ડીનરનો પ્રોગ્રામ વેવાઈના ઘરે હતો એટલે હરસુખભાઈ તેડવા માટે આવ્યા હતા અને પોતાના