ગુમરાહ - ભાગ 38

(12)
  • 2k
  • 1
  • 1.1k

ગતાંકથી... આમ બંને બાજુની દલીલોના વિચાર પૃથ્વી એ કરી જોયા. ઘણીવાર સુધી તે આ વિચારોમાં ખોવાઈ ગયો. એટલામાં ચીમનલાલ તેના વિચારોમાં ભંગ પાડ્યો. તે ગભરાતો ગભરાતો આવ્યો અને બોલ્યો : "પૃથ્વી, મોટી મુશ્કેલી ઊભી થઈ છે .પ્રેસના તમામ કામદારોએ હડતાલ પાડી છે." પૃથ્વી આ સમાચાર સાંભળીને આભો જ બની ગયો. હવે આગળ.... પરંતુ પળવારમાં તેને ખ્યાલ આવ્યો કે 'લોક સેવક' પ્રેસના કમૅચારીઓની હડતાળનું મૂળ કારણ લાલચરણ જ હોવો જોઈએ પણ ચીમનલાલ ને બધી હકીકત પૂછ્યા પછી જ લાલચરણ ઉપર શંકા કરવી જોઈએ એમ બીજી ક્ષણે તેણે વિચાર્યું અને ચીમનલાલને પ્રશ્ન કર્યો : "કર્મચારીઓએ શા માટે હડતાલ પાડી છે ?" "તેમનો