લોહીનો ‌ડાઘ - પ્રકરણ 13 - છેલ્લો ભાગ

(12)
  • 2k
  • 924

બંને કેરીઓ મોહનના જૂના મકાને આવ્યા. બારણું ખુલ્લું હતું ઓરડામાં ઝાંખો કેરોસીન નો દીવો બળે રહ્યો હતો. ઓરડા વચ્ચે જ ભાંગ્યો તૂટ્યો ખાટલો પડ્યો હતો. ખાટલા ઉપર બે- ત્રણ ગોદડાં ના ગાભા વચ્ચે માનવ- આકારનું ચામડીથી મળેલું હાડપિંજર પડ્યું હોય એવું લાગતું હતું. મોહન ખાટલાની બિલકુલ પાસે જઈને ઉભો રહ્યો .મકાનમાં આજુ બાજુ નજર દોડાવી ,મેવાએતો મુલાકાતમાં કહ્યું હતું, કે' ગાંડી રતુડી 'રૂપાની સેવા કરે છે પરંતુ તે અત્યારે ક્યાંય દેખાતી ન હતી . ગોદડીમાં સહેજ સળવળાટ જેવું થયું એટલે મોહને ઉપરથી ગોદડી હટાવી લીધી. અને તેની આંખો આઘાત, દયા અને ક્રોધ થી ફાટી ગઈ. પોતાની પત્ની રૂપા ચામડે મઢેલા