સપ્તપદી નાં વચનો

  • 3.5k
  • 1
  • 1k

સપ્તપદીના સાત ફેરા અને એનાં વચન પ્રત્યે પતિ પત્ની બંને દ્રઢ બને તો તુટતી જતી લગ્ન સંસ્થાને બચાવી શકાય. તુલસી વિવાહનો તહેવાર પુરો થતાં, હવે સગાં સંબંધીઓમાં લગ્નની મોસમ શરૂ થઈ ગઈ છે, અને આપણને પણ એવાં કેટલાંય ઇન્વિટેશન આવ્યાં હશે! મોટેભાગે અત્યાર ના લગ્ન જોઈને વડીલોના મોઢા બગડતા હોય છે કે, આને કંઈ લગ્ન કહેવાય! ન વિધિ નું મહત્વ!ન સમય નું મહત્વ! બસ ફેશન શો યોજાયો હોય એમ બધાં નવા નવા વેશ ધારણ કરીને ફોટો સેશન કરવામાં પડ્યા હોય છે. લગ્ન કરનાર ને સપ્તપદીના સાત ફેરા અને એનાં વચન વિશે ન કોઈ જાણકારી છે કે, ન નિભાવવાની કોઈ તૈયારી!