સૂર્યાસ્ત - 9

  • 1.5k
  • 684

સુર્યાસ્ત ૯ ધનસુખ ડોક્ટરપ્રધાન ની કેબિન માંથી યંત્રવત ધીમા ધીમા ડગલા ભરતો એક હારેલા યોદ્ધા ની જેમ બાહર આવ્યો.બાપૂજીનો હાથ હળવેકથી પોતાના હાથ મા પકડીને એ ટેક્સી માં બેઠો.ધનસુખ ના ઉતરેલા ચહેરાને જોઈને જ સૂર્યકાંત વગર કહ્યે સમજી જ ગયા હતા કે ડોક્ટરે શું કહ્યું હશે? છતા એમણે ધનસુખ ના ખંભે હાથ રાખીને હળવેક થી પૂછ્યુ. "બોલ ધનસુખ.શું કહ્યું ડોક્ટરે?"ધનસુખ સાચે સાચુ કઈ રીતે કહે? કચવાતા જીવે.કંપતા સ્વરે અને થોથવાતી જીભે એ બોલ્યો. "બધુ બરાબર છે એમ કહ્યું."જવાબ માં બાપુજીએ સ્મિત કરતા.અને ધનસુખ ને હિંમત આપતા કહ્યુ. "દીકરા મારા.તારો ચહેરો જ ચાડી ખાય છે કે તુ ખોટુ બોલે છે.અને ડોક્ટરે