સંધ્યા - 26

(11)
  • 2.8k
  • 2
  • 1.5k

સંધ્યા પિયરમાં આવી એટલે સાક્ષી સાથે સારો સમય પસાર થવા લાગ્યો હતો. એને માતૃત્વ પહેલા જ માતૃત્વનો અહેસાસ સાક્ષી કરાવી રહી હતી. સાક્ષીને રમાડવી, તૈયાર કરવી, ઊંઘાડવી બધું જ સંધ્યા કરતી હતી. સંધ્યાને નવમો મહિનો બેસી ગયો હતો. સૂરજ ની ટુર્નામેન્ટ શરૂ થઈ ગઈ હતી. એની ટીમ ખુબ સરસ પર્ફોમ કરી રહી હતી. એ લોકો સેમિફાઇનલ જીતીને ફાઇનલમાં આવી ગયા હતા. એક અઠવાડિયા પછી એમની ફાઈનલ ટુર્નામેન્ટ હતી. ફ્રાન્સ એમની હરીફ ટીમ હતી. બંને ટીમ ખુબ સરસ પર્ફોમ કરતી આવી હતી. એકદમ રસાકસી આ આવનાર મેચમાં થવાની હતી. આખી દુનિયામાં સૂરજનું નામ ઝળહળી ઉઠ્યું હતું. ફૂટબોલના કિંગ તરીકે વખણાવા લાગ્યો