ભૂત, ભેમો ને ભમરાજી - ભાગ 12

  • 2.1k
  • 864

(અગાઉના ભાગમાં આપણે જોયું કે ભમરાજી કાળીચૌદસની સાધના કરવા સ્મશાનમાં ગયા હતા. ત્યાં વિધિ કરતાં એક કાળો આકાર પ્રગટ થયો અને ભમરાજીની પાછળ પડ્યો. જીવ બચાવવા નાઠેલા ભમરાજી તળાવની પાળ સુધી માંડ પહોંચી શક્યા અને બેભાન થઈને ઢળી પડ્યા. હવે આગળ... ) . ************** અમેય પાછળ ભાગતા તળાવની પાળે આવી પહોંચ્યા. જોયું તો ભમરાજી તળાવ બાજુ ગબડીને છેક પાણીના કિનારે જઈ પડ્યા હતા. પેલો આકાર ખૂલ્લી તલવાર લઈને પાળ ઉતરવા લાગ્યો. "બસ, ભેમલા બસ.. હવે ઊભો રે' લ્યા.. " પાછળથી મેં ભેમાને સાદ દીધો. બે-ત્રણ વખત ધીમેથી બૂમ પાડીને અમે ભેમાને પાછા વળવા કહ્યું ત્યારે માંડ ભેમો થોભ્યો. હા, ભમરાજીની