કીટીપાર્ટી

  • 3k
  • 1.1k

આજે અમારી ફ્રેન્ડ્સ ક્લબની કીટીપાર્ટીનું આયોજન મારા ઘરે બપોરે ત્રણ થી પાંચ કરેલ હતું. મેં ઝડપથી રસોઈ બનાવી અને ઘરકામ પતાવી દીધા. કીટી માટે બેસવાની વ્યવસ્થા કરી અને નાસ્તા - પાણીની વ્યવસ્થા કરી દીધી. બધું બરાબર આયોજન કરી હું તૈયાર થઈ ગઈ. આજનો ડ્રેસકોડ ગણેશચતુર્થી આવતી હોવાથી ટ્રેડિશનલ રાખ્યો છે. સૌથી પહેલા ભાવના, જીજ્ઞા, અમી અને પ્રીતિ આવી પહોંચ્યા. ધીરે ધીરે બધી સખીઓ આવવા લાગી. ખુશી, રોમા,પંક્તિ, રીટા, ફાલ્ગુની પણ આવી ગયા. હજુ ચાર પાંચ જણ આવવાના બાકી હતા એટલે વાતો કરતા કરતા બધા રાહ જોવા લાગ્યા. હિરલ, પીન્કી ,દર્શના, અને પારૂલ પણ આવી પહોંચ્યા. આજે અમારા ગ્રુપની સૌથી નટખટ