ગુજરાતી સાહિત્ય મા શૄંગાર રસ

  • 6.2k
  • 2
  • 2.5k

સાહિત્ય ના સંદર્ભે રસશાસ્ત્રમા નવ રસ ગણાવાયા છે- શ્ંગાર (કામ, વાસના, પ્રેમ) , હાસ્ય (વ્યંગ, રમુજ, આંનંદ), અદ્ભુત (રોમાંચક્તા, ભવ્યતા), શાંત (શાંતી, સ્થિરતા), રૌદ્ર (ક્રોધ, વિનાશ), વીર (શૌર્ય, બહાદુરી, સ્વાભિમાન), કરુણા (દયા, દુઃખ, અનુકંપા), ભયાનક (ચીંતા, હતાશા, ડર), બિભત્સ (ધ્રુણાસ્પદ). આ નવ રસ પૈકી શૃંગાર રસ ને રસરાજ કહેવાંમા આવ્યો છે, કારણ કે શૃંગાર રસ અન્ય તમામ રસ ને પરસ્ત કરી શકે છે. અન્ય તમામ રસ , દુઃખ, દર્દ, નિરાશા, ક્રોધ, ડર, હતાશા, ચીંતા, આનંદ, તમામ લાગણી- ભાવ ને ભુલવાડી, પરાસ્ત કરીને શૃંગાર રસ માણસ ને સુખ આપી શકે છે. અન્ય કોઈ પણ રસ કે લાગણી બીજા રસ કે લાગણી