કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 94

(17)
  • 5k
  • 3
  • 3.3k

સમીર સાથે વાત કર્યા પછી અજાણતાં જ પરીના ચહેરા ઉપર સ્માઈલ આવી ગયું અને તેને લાગ્યું કે, ઘણાં સમય પછી જાણે કોઈ પોતાનું કહી શકાય તેવી વ્યક્તિ સાથે મેં વાત કરી અને તેનું મન હળવું થઈ ગયું. તે બીજું કંઈ વિચારે તે પહેલા તેની ફ્રેન્ડ ભૂમીએ તેને બૂમ પાડી, "એય, શું કરે છે ત્યાં, ચાલ જલ્દી અંદર આવી જા સર આવી જશે." તેણે હાથ ઉંચો કરીને આવું છું તેમ કહ્યું અને મોં ઉપર સ્માઈલ સાથે તે પોતાના ક્લાસમાં જઈને પોતાની જગ્યા ઉપર ગોઠવાઈ ગઈ.એ દિવસે એ ખૂબજ ખુશ હતી. કોલેજથી છૂટીને પોતાની માધુરી મોમને મળવા માટે ગઈ અને પોતાની મોમને