હું અને અમે - પ્રકરણ 5

  • 3.3k
  • 2.1k

રાકેશે હિમ્મત કરી રાધિકા માટે એક સવાલોનું લિસ્ટ તૈય્યાર કરી નાખ્યું. વિશાલે લિસ્ટ જોયું અને સલાહ આપી, "ઓ ભાઈ..., તે આ લિસ્ટ તો લખ્યું છે, પણ આમાં તો ખાલી સવાલો જ છે. તે બીજું કશું લખાણ ના કર્યું?" તેના હાથમાંથી પેપર લઈ રાકેશે જવાબ આપ્યો. " અલ્યા એવું કશું ના હોય. " ઠીક છે છોડ, હવે એ બોલ ક્યારે આપે છે?" "આપી દઈશ." રાકેશે નમ્રતા થી જવાબ આપ્યો. " આજે જ આપી દેને?" "આજે?" "હા. અમસ્તા ભી આજે પૂનમનો દિવસ છે." "તો?" રાકેશ જાણે કશું જાણતો જ ના હોય તેમ બોલ્યો. "તો? આપીદે... મુલાયમ મુલાયમ ફૂલ મુન કી રાત, ઔર