લોહીનો ‌ડાઘ - પ્રકરણ 12

  • 1.9k
  • 900

કોટડીમાં ગઈકાલથી એક નવો કેદી આવ્યો હતો. ભરાવદાર દાઢી, વાંકડી મૂછો અને મોટી આંખોને લીધે તેનો દેખાવ ડરામણો લાગતો હતો. તેને આવ્યા ને આઠ કલાક થયા હોવા છતાં તેની અને મોહનની વચ્ચે એક પણ શબ્દની આપ લે હજુ થઈ ન હતી. તે નવો કેદી સ્વગત બબડતો હોય તેમ બોલ્યો ."કાશ, સગા ભાઈઓ આવા નાલાયક નીકળશે ,એવી પહેલેથી ખબર હોત તો, આવડો મોટો આરોપ માથે ન ઓઢી લેત !" મોહનને પણ એકલતા સાલતી હોવાથી તે પે'લા કેદી પાસે જઈને બોલ્યો "શું માથે ના ઓઢી લેત ભાઈ ?" પેલો કેદી મોહન સામે ફર્યો ને બોલ્યો."જો ભાઈ, મારી કહાની કોઈને કહેવા જેવી નથી