“હેલ્લો..! વિરમસિંહ ?” સામેથી એક વ્યકિતએ પ્રશ્ન કર્યો. “હા..! હું વિરમસિંહ બોલું.” સામેના વ્યક્તિને જવાબ આપતા વિરમસિંહએ કહ્યું. સામેથી જે જવાબ મળ્યો એ સાંભળીને વિરમસિંહનું આખું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું. તેમનાં હાથમાંથી ફોન પડી ગયો. “શું થયું? કોનો ફોન હતો? તમે કેમ આટલા ગભરાયેલા લાગો છો?”એકી સાથે કેટલાય પ્રશ્નો નંદિની પૂછી ઉઠી. “સમય આવી ગયો છે. એ બાવીશ વર્ષોથી કરેલા સંઘર્ષ નો. એ અમરાપુર ના રહેવાસીઓને રૂબરૂ કરાવવાનો.” વિરમસિંહ પોતાના જીભ પરથી કાબુ ગુમાવી બેઠા. “તમે આ બધું શું કહો છો? કોણ અમરાપુર વાસી?” નંદિની ના આટલા શબ્દો સાંભળતાજ વિરમસિંહ ભાનમાં આવ્યા. “ઉતાવળે મારાથી ના બોલવાનું બોલાઈ ગયું છે.