લોહીનો ‌ડાઘ - પ્રકરણ 11

  • 1.8k
  • 918

પરસોત્તમના ધેર મોરીખા થી મહેમાનો આવ્યા હતા.ધેર ચા મૂકવાનું કહેવા ગયેલા પરસોતમે પત્નીને એક બાજુ બોલાવીને ભલામણ કરી."રતનને કહેજે કે જરા સરખી રીતે ફરૅ"તેને જોવા માટે મહેમાનો આવ્યા છે."એટલી ભલામણ કરીને મહેમાનો પાસે આવીને તે બેઠા.રતન વગડામાંથી લાકડાંનો ભારો લઈને ઘેર આવી.ભારો ઉતારી ને પાણી પીધું ને પછી હાથમાં બેડું લઈને પાણી ભરવા જવાની તૈયારી કરી.એજ વખતે તેની માં એ પાસે આવીને ભલામણ કરી."બેટા રતુ, જરાક લોયે ફરજે હો !'તને જોવા મોરીખા થી મહેમાનો આવ્યા છે." રતને સાંભળ્યું નસાંભળ્યું કર્યું ને ત્રાંસી નજરે મહેમાનો તરફ જોતી પાણી ભરવા ચાલતી થઈ. રસ્તામાં બે પનિહારીઓ સામે આવી રહી હતી.તે તેની તરફ ઇશારો