સૂર્યાસ્ત - 8

  • 2.1k
  • 947

સુર્યાસ્ત ૮ આઠ ડિસેમ્બરની સવાર પડી.ધનસુખ નાહી ધોઈને ને કપડા પહેરીને દુકાને જવાની તૈયારી કરતો હતો.ત્યાં સૂર્યકાંતે હાંક પાડી. "એય ધનસુખ.અહીં આવતો."ધનસુખ પોતાના બાપુજીને સન્મુખ આવીને ઉભો રહ્યો. "બોલો બાપુજી." "બોલો શુ?પગે લાગ તારા બાપને." પોતે વાર તહેવારના અચૂક બાપુજીને પગે લાગતો.પણ આજે બાપુજી સામે ચાલીને પગે લાગવા કહે છે.એ સાંભળી ને ધનસુખ ને નવાઈ લાગી.પણ તરત એણે વાંકા વળીને બાપુજીને ચરણ સ્પર્શ કર્યા.બાપુજીએ ધનસુખ ના મસ્તક ઉપર હાથ રાખીને આશીર્વાદ આપ્યા. "ચિરંજીવી રહે દીકરા.અને તને જન્મદિવસના ઘણા ઘણા અભિનંદન." ધનસુખ આશ્ચર્યથી પોતાના પિતાના ચહેરાને તાકી રહ્યો. "તમને યાદ છે મારો જન્મદિવસ." એણે બાપુજીને પૂછ્યું.જવાબમાં બાપુજીએ સ્મિત ફરકાવ્યું.અને પોતાની બંડીના