ભૂત, ભેમો ને ભમરાજી - ભાગ 11

  • 2.1k
  • 1
  • 962

(અગાઉ જોયું કે અમે સ્મશાનમાં સંતાઈને યોગ્ય સમયની રાહ જોતા, ભમરાજીની સાધના જોતા બેઠા હતા. એવામાં ભમરાજી અમારી તરફ ખૂલ્લી તલવાર લઈને ધસી આવ્યા... હવે આગળ... ) ************ પરંતુ આ શું..? અમારા આશ્ચર્ય વચ્ચે ભમરાજી ત્યાંથી પાછા વળી ગયા. અને બીજી દિશામાં ધસી જતાં ફરીથી તાડૂક્યા, "દોઓઓ... બહાર નીકલોઓઓ..." અમારું સંકટ ટળતાં હાશ થઈ. પથુ બેભાન જેવો થઈ ગયો હતો. મારામાં પણ થોડો ફફડાટ વ્યાપી ગયો હતો. ત્યાં તો ભમરાજી ત્રીજી દિશામાં જતાં તાડૂક્યા. પછી ચોથી દિશામાં.. એમ ચારે બાજુ ફરીને તાડૂકતા એક, દો, ગણતા પાછા કુંડાળાની મધ્યમાં આવી ગયા. એમના આ વર્તન કરવા પાછળનો આશય અમને સમજતા વાર લાગી