ચમત્કારિક રૂદ્રાક્ષ ભાગ-૫ (આ ભાગ વાંચ્યા પહેલા આગળના ચાર ભાગ વાંચશો તો આ ભાગ વાંચવાની વધુ મજા આવશે.) તમે જેની સાથે વાત કરવાની કોશિશ કરેલી તેનું નામ છે “ઇધ્યા-IDHYA”. “ઇધ્યા” એ વળી કેવું નામ...! મેં ખુબ જ અચરજતાથી પૂછ્યું. હા...! ઇધ્યા. ઇધ્યા આ મૂળ આ ગામનો નથી એટલે તેના વિશે કોઇ ખાસ માહિતી ગામમાં કોઇની પાસે નથી. પરંતું ઇધ્યા ગામમાં ક્યારથી અને ક્યાંથી આવ્યો એ ખબર છે. આશરે આઠેક માસ પહેલા, એટલે જાન્યુઆરીમાં ઇધ્યા તેની કારમાં આ ગામમાં આવેલો. ઇધ્યા આવ્યો ત્યારે તો સામાન્ય જ હતો. આશરે પાંચ ફૂટ દસ ઇંચની હાઇટ, એથલેટિક બાંધો, દેખાવમાં રૂપાળો અને