અનોખી પ્રેતકથા - 10 (અંતિમ પ્રકરણ)

  • 2.1k
  • 1k

એ બધાં જ "ડોક્ટર એન્ડ્યુસને બોલાવો, ડોક્ટર દેવીને બોલાવો. રૂમ નંબર ૧૦ના પેશન્ટે રિસ્પોન્સ કર્યો છે. હાથ હલાવ્યો છે. બીપી" એમ બૂમાબૂમ કરી રહ્યા હતાં. મેં એકાદ બે સ્ટાફને પૂછવાનો પ્રયત્ન કરી જોયો પણ કોઈ મારા તરફ ધ્યાન જ નહોતું આપતું. જાણે કે હું એમનાં માટે ત્યાં હાજર જ નથી એવું વર્તન મને અકળાવી રહ્યું હતું. મેં હજી જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો પણ પરિણામ શૂન્ય. હું હવે ખરેખર અકળાયો હતો અને બૂમ પાડી, " હું પણ અહીં ડોક્ટર જ છું." એમ કહી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચવાનો જ હતો ત્યાં ડોક્ટર એન્ડ્યુસ મન