મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા - 14

  • 3.1k
  • 1
  • 1.4k

પ્રકરણ ૧૪કવિતા બેડરૂમની બાલ્કનીમાં ઝૂલા પર બેઠી. પરમનાં આવવાની રાહ જોઈ રહી હતી, એ આવે એટલે આજે બધું જ કહી દેવું છે જે થાય એ ખરું એવું વિચારી રહી હતી. મીનાબેન રસોડામાં વ્યસ્ત હતાં. સોનુ અને વસંતભાઈ ટીવી જોઈ રહ્યા હતા. ઘરનું આવું શાંત વાતાવરણ જાણે અતિશય તોફાની આવેશો ધરબીને બેઠું હોય એમ લાગતું હતું. સોનુ સિવાય દરેકને એકબીજાને કંઈક કહેવું હતું, સવાલોનાં ચોક્કસ જવાબો જોઈતા હતાં, કદાચ પોતે જે વિચાર્યું છે એ સાચું છે એનું પરોક્ષ રીતે સમર્થન જોઈતું હતું! કવિતાએ બૂમ મારી, " મમ્મી…." એટલે તો મીનાબેન અને સાથે વસંતભાઈ પણ "શું થયું?..શું થયું ? " કરતાં આવી