ડાયરી - સીઝન ૨ - વૃદ્ધ એટલે સમૃદ્ધ

  • 1.7k
  • 676

શીર્ષક : વૃદ્ધ એટલે સમૃદ્ધ ©લેખક : કમલેશ જોષી એક વાર જિંદગીના ચાર દાયકા વટાવી ચૂકેલા અમારા એક સોશ્યલ ઓબ્ઝર્વર મિત્રે એક વિચિત્ર વાક્ય કહ્યું, “સાલું, અત્યારથી જ બુઢાપાનો ડર બહુ સતાવી રહ્યો છે.” અમે સૌ એની સામે ગંભીરતાથી તાકી રહ્યા. ચાલીસ-પિસ્તાલીસ વર્ષની ઉંમરે હજુ તો લાઇફ અર્ધે પણ માંડ પહોંચી કહેવાય ત્યાં પેલા મિત્રને આવો વિચાર કેમ આવ્યો? એણે અમને પૂછ્યું, “તમે જ તમારી આસપાસના દસ સિક્સટી અપ વડીલોનો વિચાર કરો. એમના વાણી, વર્તન, વિચારો, લાઇફ સ્ટાઈલ, દૈનિક ટાઈમ ટેબલ જુઓ. તમને નથી લાગતું કે ઈટ ઇસ વેરી ટફ પિરીયડ ઓફ લાઇફ?” અમે સૌ બે ઘડી વિચારમાં પડી ગયા.