સંધ્યા - 25

  • 2.8k
  • 3
  • 1.7k

સંધ્યાએ સૂરજની વાતને માન્ય રાખી અને પોતાનો વિચાર પડતો મુક્યો હતો. એનો ધ્યેય ફક્ત એક જ હતો કે, મમ્મીનું મન દુઃખી ન થાય, એ મમ્મીને ખુશ જોવા ઈચ્છતી હતી. સૂરજની વાતને સમજી અને એણે પોતાની લાગણીને અંકુશમાં લીધી હતી.સંધ્યાનો સમય હવે ઘર અને જોબમાં વ્યવસ્થિત વીતી રહ્યો હતો. એ પોતાનું જીવન એની ધારણા કરતા પણ વધુ સરસ વિતાવી રહી હતી. સૂરજ પણ એના જીવનમાં ખુબ હરણફાળ ઝડપે આગળ વધી રહ્યો હતો. એની એકેડમીમાં રમતવીરોની સંખ્યા વધવા લાગી હતી. પોતાની જોબ અને એકેડમીની સાથોસાથ પોતે પણ ટુર્નામેન્ટમાં ભાગ લેતો હતો. એનું સિલેક્શન ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં થયું હતું. એ ખુબ પ્રેકટીસ કરતો રહેતો