લોહીનો ‌ડાઘ - પ્રકરણ 10

  • 2.3k
  • 1.2k

સુહાગરાત.! માનવી ના જીવન માં કાંઈ કેટલાંય સ્વપ્નો લઈને આવે છે સુહાગરાત.હા.હીરાની આજે સુહાગરાત હતી.બિન અધિ ક્રૃત રીતે તો હીરો અને નીતા કેટલીયે સુહાગરાતો મનાવી ચૂક્યાં હતાં.પરંતુ સમાજની દ્રષ્ટિએ તો આ તેમની સુહાગરાત જ હતી ને.! રાત્રિના નવ વાગ્યા હતા. પોતાના લગ્ન પ્રસંગે હિરો પોતાના નવા થયેલા દોસ્તોને ઇંગલિશ શરાબની પાર્ટી આપી રહ્યો હતો તેઓ ગામથી થોડે દૂર આવેલા મંગાના મકાનમાં ચાર પાંચ દોસ્તો ભેગા થઈ પાર્ટી મનાવી રહ્યા હતા. મંગો ઘરમાં એકલો જ રહેતો હતો. કારણ કે લગ્નના ત્રીજા વર્ષે મંગા ને શરાબ પીવાનો વારંવાર વિરોધ કરતી પત્નીને ,તેણે નશામાં એક દિવસ ગળે ટૂંપો આપીને મારી નાખી હતી .તેથી