ભૂત, ભેમો ને ભમરાજી - ભાગ 9

  • 1.9k
  • 846

(આપણે અગાઉના ભાગમાં જોયું કે ભમરાજી જેનાથી આખા ગામમાં ધાક જમાવીને બેઠા હતા એ જ હથિયાર એમના ઉપર અજમાવવાની અમે પૂરી તૈયારીઓ કરી દીધી હતી. હવે આગળ.... )**************આજે કાળીચૌદસ હતી. ગામમાં દિવાળીના તહેવારોનો સુંદર માહોલ જામ્યો હતો. વાતાવરણમાં હરખ-હરખ જ છવાયેલો અનુભવાતો હતો. આજે રાત્રે સ્મશાનમાં જઈને સાધના કરવાવાળાઓ પણ તૈયારીઓમાં લાગ્યા હતા. અને એ માટેની બધી સાધનસામગ્રી ભેળી કરવી, કેટલા વાગે નીકળવું, કોણ કોણ સાથે આવશે, કઈ જગ્યા પસંદ કરવી, વગેરેની મથામણમાં પડ્યા હતા. મેં અને ચંદુએ બપોરના સમયે છાનેછપને ટેકરીવાળા મંદિરે જઈને ભમરાજીના એક ચેલાને ફોડ્યો. અને આજે રાત્રે ભમરાજીની યોજના વિશે માહિતી મેળવી લીધી.ત્યાંથી પાછા ફરતાં રસ્તામાં