સૂકા ઝાડની છાયા

  • 2.5k
  • 964

મારી ધરપકડના સમાચારે સમગ્ર વેપારી આલમમાં ખળભળાટ મચાવી દીધો. ઉહાપોહ છવાઈ ગયો. ખોટી રીતે વીમા કંપની પાસેથી પૈસા ઓકાવી લેવાના તરક્ટ, છલકપટ, ચક્રવ્યૂહ માં હું આબાદ રીતે ફસાઈ ગયો હતો. કોર્ટમાં મારી સામે કાર્યવાહી કરવામાં આવી હતી. એકની એક દીકરી રીમા અને તેના પતિ એ મારી વિરુદ્ધ જુબાની આપી હતી. અને મારા સારા શસ્ત્રો બુઠ્ઠા થઈ ગયા હતા. દીકરીની નફરત તેમ જ અવહેલના હું ઝીરવી શકવા અસમર્થ નીવડ્યો હતો. મેં કોઈ પણ જાતની દલીલ વિના, પ્રતિકાર ની લાગણી ને રૂંધી બધા જ ગુના કબૂલી લીધા હતા. કિંતુ મારી વિરુદ્ધ અનેક કેસો પોલીસ દફ્તરે નોંધાયા હતા. જેને મેં પૈસા ના જોરે