નજરાણું

  • 2.1k
  • 856

આજે ક્રિસ્ટીન ના લગ્ન છે. રાજુ આ વાતે અધિક હર્ષોન્મત જણાય છે. તે આ દિવસ ની ખૂબ જ રાહ જોઈ રહ્યો હતો. તેનું પણ આ એક સ્વપ્ન હતું. ક્રિસ્ટીન અને જોસેફ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ રહ્યાં હતા!! " તેરી શાદી પે તુજ કો ક્યા દું તોહફા? " રાજુ અવઢવ અનુભવી રહ્યો હતો. તે ક્રિસ્ટીન ને રિસ્ટ વોચ આપવા માંગતો હતો. તે સાંભળી પત્ની છંછેડાઈ ગઈ. " એ તમારી કોણ છે? પાંચ દસ રૂપિયા નો ચાંલ્લો બસ છે! " પત્ની ની વાત સાંભળી રાજુ કાંપી ઊઠ્યો. એ કેવી રીતે સમજાવે? ક્રિસ્ટીન તેને માટે કોણ હતી? તેના વગર રાજુ ના જાણે ક્યાં