એક દિકરી નો સવાલ

  • 3k
  • 2
  • 1.1k

દીકરીનાં આ સવાલો એ આજ રડાવી દીધો, બની શકે આપની દીકરીએ પણ આ રીતે ક્યારેક રડાવ્યા હશે. ઘણા દીવસો પહેલા પ્રયાગરાજ ગયેલ ત્યા ત્રિવેણી સંગમમાં ડૂબકી મારતો વીડીયો મારા ફોનમાં હતો, તે વીડીઓ હું જોતો હતો. બાજુમાં બેઠેલી મારી દીકરી દીપાલી, ઉ.વ-૪ ની નજર એ વીડીઓ ઉપર પડી; એટલે એમણે હાથ લંબાવીને આંગળીથી વીડીઓ ઓફ કરી નાખ્યો. અને એમની કાલીઘેલી ભાષામાં પૂછ્યું કે.. "પપ્પા, તમે શા માટે પાણીમાં પડ્યા હતા? તમે ડુબી જશો તો? તમને કશું થઈ જશે તો મારા માટે ભાગ કોણ લાવશે? મને દુકાને કોણ લઈ જશે? મને કપડાં કોણ લઈ દેશે. હું કોની સાથે સુઈશ હૈ પપ્પા?