દિન વિશેષતા - 1 - વિશ્વ ફિબોનાકી દિવસ

  • 3.1k
  • 974

ધારાવાહિક:- દિન વિશેષતાભાગ 1:- વિશ્વ ફિબોનાકી દિવસલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીગણિત વિષયનું નામ પડે અને ભલભલા લોકોનું મગજ કામ કરતું બંધ થઈ જાય, બરાબર ને? ઘણાં બધાં લોકો તો એમ જ વિચારે કે આ કોનું નામ લઈ લીધું? પણ તમને ખબર છે કે આપણાં જીવનમાં ડગલે ને પગલે આપણે ગણિતનો ઉપયોગ કરતાં હોઈએ છીએ. પૈસા ગણવા, ઉંમર નક્કી કરવી, સમય જોવો, તારીખ જોવી.... બધે જ ગણિત છે. વાસ્તવિક જીવનમાં ગણિત ક્યાં વપરાય છે એ જાણવું હોય તો ગણિતના પાઠ્યપુસ્તકમાં આવતાં વ્યવહારિક દાખલાઓ વાંચવા. એ દાખલાઓ બીજું કંઈ નથી પણ જે તે ગાણિતિક મુદ્દો જીવનમાં કેવી રીતે વપરાય છે એ દર્શાવે