મૂંગો પ્રેક્ષક

  • 3k
  • 890

ઓફિસ ના કામ અંગે પુના જઈ રહ્યો હતો. ડેકકન કવીન માં પગ દેતાં જ એક અજાણ નારી જોડે અથડાઈ ગયો. " સોરી! " શબ્દ મુખેથી સરી પડ્યો. પણ તે તો અટ્ટહાસ્ય કરી કંપાર્ટમેન્ટ ની ભીતર ચાલી ગઈ. આ નાનકડા અકસ્માતે મારું ચિત્ત ચોરી લીધું. નમણી કાયા, ગેહુવર્ણ મારી આંખો માં વસી ગયો. નેતર ની સોટીથી જરાક જાડી કહી શકાય તેવી બહેન મલપતી ચાલે હાથમા થેલી ઝુલાવતી પોર્ટરે કરી આપેલી જગ્યા માં ગોઠવાઈ ગઈ. તેણે પૈસાની માંગણી કરી. ગાડી ઘણી જ ખાલી હતી. છતાં તેણે પોતાની પાઘડી ખાલી જગ્યા પર મૂકી સીટ બુક કરી લીધી હતી. આઠ આના રૂપિયાની