વાસ્તવિકતા

  • 2k
  • 1
  • 816

લેખ:- વાસ્તવિકતા લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની આજે જ્યારે એવું કહેવાય છે કે આજની પેઢી એ ડિજિટલ પેઢી છે. એ વાસ્તવિક દુનિયાથી દૂર અને વર્ચ્યુઅલ દુનિયામાં વધારે જીવે છે. આનું શું કારણ હોઈ શકે? બહુ વિચારવાની જરુર નથી. ધ્યાનથી વિચારો અને નોંધ કરો. બાળક જ્યારે ખાવા બેસે છે ત્યારે એને ઘરનાં સૌ સભ્યો સાથે ખાવા બેસાડવામાં નથી આવતું, એને બદલે પહેલાં એને જમાડી દેવામાં આવે છે. કોઈને પણ એકલાં ખાવાનું ન જ ગમે એ સ્વાભાવિક છે. આથી બાળક ખાવા માટે આનાકાની કરશે. હવે આની મમ્મી શું કરશે? એને ટીવી સામે બેસાડીને કે હાથમાં મોબાઈલ પકડાવીને પછી મોંમાં કોળિયાનાં ડૂચા મારશે.