ન કહેલી વાતો - 1

  • 5.7k
  • 1
  • 2k

ન કહેલી વાતો સ્ટોરી નં- ૧ – ઈશાન અને ઇશા આજે હું અને મારો પાક્કો ભાઇબંધ (મિત્ર) “ઇશાન” એક કામ માટે શહેરની બહાર મિત્રની કારમાં જઇ રહ્યા છીએ. આમ તો ઇશાન ખુબ જ મજાકિયો અને હસમુખો. નાની-નાની વાતોમાં ખુશી શોધી લે. હસે અને લોકોને હસાવે.  અમારી મિત્રતા આશરે ચાર-પાંચ વર્ષ પહેલાની...! પણ આટલા વર્ષોમાં મેં હંમેશા એને ખુશ જ જોયેલો. અમે એની કારમાં કામ માટે બહાર ગામ જઇએ તો હંમેશા રોમેન્ટીક ગીતો અથવા ડાન્સ-ડિસ્કો ગીતો જ વગાડતો. એમ પણ કહી શકું કે મેં તેને ક્યારેય દુઃખી કે Sad ન હતો જોયો. પણ આજે ખબર નહી કેમ...!