કહાની અબ તક: હું રોનક સાથે હોટેલમાં જમવા આવી છું. એ મારા વાળની મજાક ઉડાવે છે અને મારી પર હસે છે. હજી પણ કોલેજ જેવો જ બિન્દાસ્ત જ એ લાગે છે. ઉપરથી હક કરીને કહે પણ છે કે તું જ મને ખવડાવ.. હું એને ખવડાવું છું. ભૂતકાળને યાદ કરતા, હું એને કહું છું કે તું મારી સાથે ટાઇમપાસ જ કરે છે, લવ જેવી કઈ ફિલિંગ છે જ નહિ! મારા મૂડને ખરાબ કરનાર માહી પર મને ગુસ્સો આવે છે અને હું રોનક પર હક કરું તો છું પણ હજી તો અમે બંનેને એકબીજા સામે પ્યારનો એકરાર પણ તો નહીં કર્યો, તેમ