ભૂત, ભેમો ને ભમરાજી - ભાગ 8

  • 2k
  • 908

(અગાઉ જોયું તેમ અમે સાધનાની વિધિ જાણી લીધી હતી. ભમરાજીને સબક શીખવાડવા માટે હવે એક છેલ્લી તૈયારી બાકી હતી.. હવે આગળ... ) *************** સાંજે જમ્યા પછી હું જ સીધો ચંદુના ઘરે પહોંચ્યો. ચંદુ ડેરીએ દૂધ ભરાવવા ગયો હતો. એટલે મારે થોડી રાહ જોયા વગર છૂટતો નહોતો. "આય.. આય... માસ્તર.. તું તો ઘણા દા'ડે આ બાજુ દેખોણો.." મને જોતાં જ ચંદુના બાપુજીએ ફરિયાદ સાથે આવકાર આપ્યો. "ઓહો.. ગંગારામકાકા.. તમોનેય મીં ઘણા દા'ડે જોયા હોં.. ચ્યમ સે તબિયત પોણી..? " મેં ઓશરીમાં પ્રવેશતાં કહ્યું. "તબિયત તો એકદમ ઘોડા જેવી સે હોં માસ્તર. ઓંય બેંહ, આ બાજુ.. ચંદુડો આવતો જ હસે.." હું એક