ભૂતનો ભય - 20

  • 2.5k
  • 1
  • 1.2k

ભૂતનો ભય ૨૦- રાકેશ ઠક્કરહંસા ડાકણ કોલેજમાં રજાઓ પડી ત્યારે અમોલ પોતાના મામા ગરીલાલને ત્યાં ગામમાં રહેવા આવ્યો હતો. પાંચ- છ વર્ષ સુધી એ ગામની સ્કૂલમાં જ ભણ્યો હતો. પછી શહેરમાં ભણવામાં અને બીજા ઈતર ક્લાસ કરવામાં એટલો વ્યસ્ત રહેવા લાગ્યો કે મામાના ઘરે આવી શક્યો ન હતો. એ ગરીલાલ મામાને ત્યાં પહોંચ્યો ત્યારે એને જોઈને આખો પરિવાર ખુશ થઈ ગયો હતો. મામા અને એમનો પરિવાર તો એમના શહેરના ઘરે આવતો જ હતો પણ એ પોતાના સ્કૂલના મિત્રોને મળી શક્યો ન હતો એટલે ખાસ ગામડે આવ્યો હતો. ઘણા વર્ષો પછી ભાણીયાને પોતાના ઘરે જોઈ આખો પરિવાર આનંદિત થઈ ગયો હતો.