જલધિના પત્રો - 18 - એક શંકાસ્પદ પત્ર - મૃત શિક્ષકને.

  • 3k
  • 1.1k

ડેમની પાળી પર લટકતો એ દુપટ્ટો અને એના જ આધારે શંકાસ્પદ રીતે પાણીમાં લથડિયા ખાતી, કદાચિત્ તરતી લાશને તરવૈયાઓએ માંડ માંડ પકડી પાડી. ચોમાસાના કારણે ઉપરવાસમાં જોરદાર વરસાદથી ડેમ છલોછલ ભરેલો હતો. પાણીમાં પણ જોરદાર તાણ હતું. ભૂલથીએ કોઈ વસ્તુ પડી જાય તો, પલકવારમાં ગાયબ થઈ જાય એટલે પાણીનો વેગ. તરવૈયાઓએ લગભગ બે કલાકની મથામણ પછી એ નિષ્પ્રાણ દેહને પાણીની બહાર કાંઠાપર મુક્યો.એટલામાં તો જાણે હૈયાફાટ રુદનને ચીસાચીસ થઈ પડી. એટલામાં કેટલાક પોલીસ અધિકારીઓ આવી પહોંચ્યા અને પૂછવા લાગ્યો "મેડમ મેરીના કોણ છે?" "કેમ આવો પ્રશ્ન કર્યો" ટોળામાં રુદન કરતી સ્ત્રીએ પશ્ન કર્યો. "મારે જાણવું જરૂરી છે.આ કેસ ઉકેલવા માટે.."અધિકારીએ