જલધિના પત્રો - 17 - ભારતની પહેલી મહિલા શિક્ષક સાવિત્રીબાઈ ફૂલેને પત્ર.

  • 2.6k
  • 916

આદરણીય શિક્ષિકા સાવિત્રીબાઈજી, એક સ્ત્રી જ સ્ત્રીની લાગણીને સમજી શકે અને તેના માટેની સાચી રાહ કંડારી શકે. આ વિધાન જેના માટે ખરા અર્થમાં લાગુ પાડી શકાય એવું ઉદ્દાત વ્યક્તિત્વ ધરાવનાર સ્ત્રી તરીકેનું શ્રેય આપને ફાળે જાય છે. આપ ન માત્ર મહારાષ્ટ્રની શિક્ષણ મેળવતી કન્યાઓ પરંતુ, દેશની દરેક શિક્ષિત નારી માટે ગુરુ સમાન છો. કેમકે એમણે આપના પ્રયાસોના ભાગરૂપે જ શિક્ષણ ગ્રહણ કર્યું છે. આપની હયાતી ન હોવા છતાં આપના દ્વારા કરાયેલા એ સરાહનીય કાર્ય આજે એક બીજમાંથી વિશાળ વટવૃક્ષ બની લહેરાઇ રહ્યા છે. હું જાણું છું કે એકલા હાથે સમાજને સુધારવાનું બીડું લઈ,સફળતાને પામવી એ કોઈ નાનું કામ નથી. પરંતુ