જલધિના પત્રો - 16 - કૃષ્ણનો સાંદિપનીને પત્ર

  • 2.3k
  • 766

આદરણીય ગુરુજી, હું આપનો શિષ્ય કૃષ્ણ, આજે આપને યાદ કરીને આપને આ પત્ર લખી રહ્યો છું ત્યારે જાણે સાક્ષાત તમારી કલમ દ્વારા મારી લાગણીઓને મારા શબ્દોમાં ઢાળી આપના સુધી મોકલી રહ્યો છું. સામાન્ય માનવથી માંડી દેવતાઓ સુધીની દરેક વ્યક્તિને ગુરુની ગુરુભક્તિ એટલે જીવનની સાચી મૂડી. મારે પણ આપના ચરણની ભક્તિ એનાથી સહેજે ઉતરતી નથી.આપે આપેલા અક્ષરજ્ઞાન વડે શબ્દો રચી મારી લાગણીના ભાવને આપના સુધી પહોચાડવાનો આ નાનકડો પ્રયાસ કર્યો છે. જીવનની એ અવસ્થાએ આપના સાનિધ્યને પામેલું, જ્યારે હું એક માતૃવત્ સ્નેહમાં મસ્ત બનેલો નંદ-જશોદાનો દુલારો હતો.એટલે જ કદાચ અન્ય કોઈના સાનિધ્યમાં હું મારી જાતને એટલી સિદ્ધ ન કરી શકત જે