સપનાનાં વાવેતર - 19

(57)
  • 6k
  • 2
  • 4.5k

સપનાનાં વાવેતર પ્રકરણ 19અને બીજા દિવસે રવિવારે સવારે ૧૧ વાગે અનિકેત વીણાનગરના ગેટ ઉપર પહોંચી ગયો. ભાર્ગવ ભટ્ટ એના પપ્પા શશીકાંતભાઈને લઈને આ સમયે જ આવવાનો હતો. પાંચેક મિનિટમાં જ શશીકાંતભાઈની ગાડી પણ આવી ગઈ. અનિકેત કોલેજ કાળ દરમિયાન બે થી ત્રણ વખત ભાર્ગવ ભટ્ટના ઘરે ગયેલો એટલે શશીકાંતભાઈ એને ઓળખતા હતા.બંનેએ ગાડી બહાર જ પાર્ક કરી અને ચાલતા ચાલતા સુરેશભાઈ ગોટેચાના ફ્લેટ ઉપર પહોંચી ગયા. સુરેશભાઈ સાથે વાત થયેલી હતી એટલે એ પણ ઘરે હાજર જ હતા. "આવો આવો અનિકેતભાઈ. હું તમારી જ રાહ જોતો હતો. હવે બોલો તમે લોકો બધા ચા તો પીઓ છો ને ?" સુરેશભાઈ બોલ્યા.